J.M. CHAUDHARI KANYA VIDYALAYA
સા વિદ્યા યા વિમુક્તયે
J.M. CHAUDHARI KANYA VIDYALAYA
Near S.T. Depo, Sector-7, Gandhinagar
 
Detail of Institute
Gandhinagar
Vision-Mission
History
Message
Courses Offer
Achievements
Our Donor
Our Leader
History

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ,ગાંધીનગર  સંચાલિત આ સમગ્ર સંકુલ કન્યા સંકુલ છે. સૌ પ્રથમ સંખ્યાની વાત કરું તો પ્રથમ વર્ષ ૧૯૮૪માં માત્ર એકસો પંદર (૧૧૫) સંખ્યાથી શાળાનો શુભારંભ થયો. અત્યારે આ સંકુલમાં ૩૦૦૦ થી વધુ બાળકોની સંખ્યા છે. રમતગમત ક્ષેત્રની વાત કરું તો શરૂઆતમાં ૮૭ વિદ્યાર્થીનીઓ તાલુકા કક્ષાએ વિજેતા થયેલ એ આજે ૨૦૦૯માં વધીને ૨૬૦ જેટલી થયેલ છે. આમ જીલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ દિન-પ્રતિદિન વધારો થયેલ છે. અત્યાર સુધી  નેશનલ કક્ષાએ ૩૧૫ રાજ્ય કક્ષાએ ૨૩૦૦ અને જીલ્લા કક્ષાએ લગભગ ૭૦૦૦ જેટલી બાળાઓ વિવિધ સ્પર્ધાઓમાં સ્થાન પામી છે.વર્ષ  ૨૦૧૨-૧૩ થી શરૂ થયેલ ખેલમહાકુંભ માં ૮૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ એ લગભગ ૨૯,૦૦,૦૦૦ અંકે ઓગણત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ ઈનામ પેટે મેળવી છે. વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૧૯-૨૦ સતત ચાર વર્ષથી તાલુકા અને જિલ્લા કક્ષાએ શાળાને પ્રથમ સ્થાન મળ્યું છે અને રૂપિયા ૬,૭૫૦૦૦ અંકે રૂપિયા છ લાખ પંચોતેર હજાર શાળાને પુરસ્કાર મળ્યો છે . સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માં પણ જિલ્લામાં દ્વિતીય સ્થાન સાથે રૂ ૧,૦૦,૦૦૦ અંકે રૂપિયા એક લાખનું ઈનામ , થર્ડ પાર્ટી નિરીક્ષણ માં Aa1  ગ્રેડ મેળવેલ છે . દીકરીઓને ફક્ત પુસ્તકિયા કીડા બનાવવાને બદલે સર્વાંગી વિકાસ એ અમારું ધ્યેય છે.   શાળામાં ૪૫ કોમ્પ્યુટર કાર્યરત છે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રો બન્ને કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગ સાથે કદમ મિલાવવા શાળામાં ગણિત-વિજ્ઞાન કલબ, ઇકો કલબ અને બાળ ઉર્જા રક્ષકદળ જેવી કલબો ચાલે છે. ગત વર્ષથી શાળા ગુજકોસ્ટ નેશનલ સાયન્સ કલબની પણ સભ્ય છે. આ તમામ પ્રવૃતિઓમાં પણ નવીન પ્રોજેક્ટ સાથે રાજકક્ષાએ ઇનામ મેળવેલ છે. અત્યાર સુધી ચાર વખત વિજ્ઞાન મેળાની જનરલ ચેમ્પિયનશીપ મેળવેલ છે. શિક્ષણને વર્ગખંડની  દિવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઇ આવવા સમગ્ર શાળા  પરિવારે યોગદાન આપ્યું છે. વિશેષ સન્માનની વાત કરું તો સંસ્થાના ભૂતપૂર્વ આચાર્યા શ્રી મણિબેન સી.  દેસાઇએ પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ, ભૂતપૂર્વ શિક્ષિકા બહેન શ્રી મણીબેન એમ. દેસાઇએ  શ્રેષ્ઠ શિક્ષક રાજ્યપાલ એવોર્ડ અને પૂર્વાચાર્ય શ્રી સંતોકબેન કે. ચૌધરીએ  શ્રેષ્ઠ આચાર્ય રાજ્યપાલ એવોર્ડ  મેળવેલ છે. માર્ચ-૧૯૮૭ શાળાની એસ. એસ. સી. ની પ્રથમ બેચનું પરિણામ ૬૭% હતું જે ઉતરોતર વધીને ૯૭% સુધી અને હાયર સેકન્ડરીનું પરિણામ દર વર્ષે લગભગ ૧૦૦% જ રહે છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ હંમેશા બોર્ડના પરિણામ કરતા ૧૫ થી ૨૦ % વધુ જ રહે છે. પ્રખરતા શોધ, પ્રતિભા શોધ, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને ગ્રીન ઓલિમ્પિયાડ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ચિત્ર તેમજ અક્ષર સુધારણા, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જેવી બાહ્ય પરીક્ષાઓ પણ શાળામાં લેવાય છે. શાળાના વિકાસમાં વધારો કરતી N.S.S., N.C.C. સ્કાઉટ ગાઇડ જેવી પ્રવૃતિઓ જેવી કે વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, આંગણવાડી જેવી સંસ્થાઓમાં ભોજન, વસ્ત્રો અને જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ સફાઇ, સાક્ષરતા, વ્યસનમુક્તિજ જેવા સમાજ ઘડતરના કાર્યક્રમો યોજવામાં આવે છે. 2015-16 થી શાળાને જિલ્લા કક્ષા ની ખેલ-કૂદ શાળા dlls મળેલ છે જેમાં વર્ષ 2021 સુધી જુડો, ફેનસિંગ, હેન્ડ બોલ અને એથ્લેટિકસ એમ ચાર રમત માટે ખેલાડી તૈયાર કરવામાં આવે છે.