હે પરમેશ્વર મારી દરેક દીકરીને ને એવું મજબુત બનાવજે કે જીવનની ગમે તેવી કટોકટીમાંથી તે માર્ગ કાઢી શકે. તેનામાં
અક્ષરજ્ઞાનની સાથે સાથે ચારિત્ર્યની ભાવના કેળવાય અને જીવનના શ્રેષ્ઠ મૂલ્યો સત્ય, પ્રેમ, દયા, સાહસ, બુધ્ધિ કર્મનિષ્ઠા
કુનેહ, મહેનત ઠાસી ઠાસીને ભરી દેજે. મારી આ શાળા મારા માટે મંદિર છે અને મારા બાળકો દેવો છે. અમે સર્વ
ગુરૂજનો જ્ઞાન પુષ્પો તેને ચડાવીએ છીએ.
" नहीं ज्ञानेनम सद्यशम पावित्रमिह विद्यते "

રમીલાબેન એસ ચૌધરી
આચાર્યા,
શ્રી જે એમ ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય, ગાંધીનગર
અસ્તિત્ત્વ માટે જીવન સંઘર્ષ
હાશ ! આપણે સૌ કોરોના નામની મહા ઉપાધિમાંથી બચી ગયા ઘણા એ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે, તે સૌને શ્રી જે એમ ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય પરિવાર વતી શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. થંભી ગયેલું જીવન ફરી ધબકવા લાગ્યું છે, ત્યારે આપ સૌ એ અમારા વતી આપના બાળકોને સાચવવા સાથે અભ્યાસમાં મદદ કરી છે તે બદલ આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું. આ દરમિયાન શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ સાહેબ તથા સૌ પદાધિકારીશ્રીઓ, આર. એસ. ચૌધરી છાત્રાલય પરિવાર, સમગ્ર કર્મચારીગણ સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે વાત કરવી છે પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ૧૯૪૨ના જર્મન બાયોલોજીના એક પાઠ્યપુસ્તકનું “ The Laws of Nature and Mankind “ નામનું પ્રકરણ કહે છે કે પ્રકૃતિ નો સૌથી મોટો નિયમ એ છે કે તમામ જીવો જીવતા રહેવા માટે સંઘર્ષ કરે છે. વનસ્પતિ કેવી રીતે જમીન માટે અને ભમરો સમાગમ માટે સાથીને પ્રાપ્ત કરવા તરફડિયાં મારે છે. તે સમજાવીને પાઠ્યપુસ્તકનો ટૂંકસાર આપે છે.
અસ્તિત્વ માટેની લડાઇ અઘરી અને નિર્દય છે. પણ જીવનને કાયમ રાખવા એ એક માત્ર ઉપાય છે. આ સંઘર્ષ જીવિત રહેવા માટે અક્ષમ હોય તેવી દરેક ચીજને નષ્ટ કરી દે છે અને ટકી રહેવા જે સક્ષમ હોય તે દરેકની પસંદગી કરે છે. જે એમને અવરોધે તેમનો તે નાશ કરી નાખે છે. બાયોલોજી આપણને માત્ર પ્રાણીઓ અને વનસ્પતિ બાબતે જાણકારી આપે છે એટલું જ નહીં આપણને એ નિયમો બતાવે છે જેનું આપણે આપણા જીવનમાં અનુસરણ કરવું જોઈએ. એ નિયમો પ્રમાણે જીવવાની અને સંઘર્ષ કરવાની આપણી સંકલ્પશક્તિને મજબૂત કરે છે. જીવનનો અર્થ છે સંઘર્ષ, જે વ્યક્તિ આ નિયમોની વિરુદ્ધ જવાનું પાપ કરે છે તે સાવધાન રહે !
( યુવલ નોઆ હરારીના મૂળ પુસ્તક સેપિયન્સ ના રાજ ગોસ્વામી અનુવાદિત પુસ્તક માંથી આંશિક )
આપના પૈકી ઘણા ચાર્લ્સ ડાર્વિનના law of Serviwer “ અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ “ ના સિદ્ધાંત થી વાકેફ હશો આ સિદ્ધાંત મુજબ બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવા માટે જે સજીવો પોતાના શરીરમાં લાભકારી ભિન્નતાઓ પ્રાપ્ત કરે છે તેમને કુદરત પસંદ કરે છે અને જિવાડે છે આને સમજવા તાજેતરના બે સજીવો એક કોરોનાવાયરસ અને બીજા માનવ વચ્ચેના સંઘર્ષની વાત કરું કોરોના વાઇરસના નવીન સ્વરૂપ નોવેલ કોરોના વાયરસ કે SARS-COV-19. એક નરી આંખે ન જોઈ શકાય તેવા સૂક્ષ્મ જીવે સમગ્ર માનવજાતની હંફાવી દીધી. જેમ આપણે વાયરસ નાશક દવાઓ અને રસી દ્વારા રક્ષણ મેળવવાનું શરૂ કર્યું તેમ-તેમ તે પોતાનું સ્વરૂપ ફેરફાર કરીને નવા સ્વરૂપ veriunt ( દા. ત. ડેલ્ટા ઓમિક્રોન વગેરે ) પ્રાપ્ત કરવા લાગ્યો તે નબળો તો પડવા લાગ્યો પણ ભવિષ્યમાં નવા સ્વરૂપે માથું ઊંચકી શકે છે! આ વાઇરસનો સંઘર્ષ છે અસ્તિત્વની આ લડાઈ નો બીજો પ્રતિસ્પર્ધી એટલે આપણે - માનવ જે લોકોના શરીરમાં વાયરસ ને મારવા રોગ પ્રતિકારક શક્તિ ( આપણા શરીરમાં બહારથી હુમલો કરતાં સજીવને નેસ્તનાબૂદ કરવા આકસ્મિક ઉત્પન્ન થતું એક પ્રકારનું પ્રોટીન ) હતી તેઓને સમાન્ય દવાથી, કોઈને વિશિષ્ટ દવાથી સારું થઇ ગયું પણ, જે લોકો માં રોગ સામે પ્રતીકાર દ્રવ્ય પર્યાપ્ત નહોતું તેઓ રોગનો ભોગ બની જીવનથી હારી ગયા. હવે આગોતરી વ્યવસ્થા રૂપે રસી જરૂરી બની ગઈ અને છેવટે વાઇરસ અને માનવની અસ્તિત્વની આ લડાઈમાં માનવ ( હાલ પૂરતો! ) વિજેતા થયો છે.
હું અને આપણે સૌ અસ્તિત્વ ટકાવી રાખવા હવા, પાણી, ખોરાક અને રહેઠાણ માટે, આર્થિક જરૂરિયાતને પૂરી કરવા વ્યવસાય કરીએ છીએ, તો વિદ્યાર્થીઓ માટે પણ આ સંઘર્ષના પ્રથમ પગથિયાં રૂપે અભ્યાસની સાથે સર્વાંગી વિકાસ સાધવો જરૂરી બન્યો છે. મારી અભ્યસોત્સુક દીકરીઓએ તન-મનની સંપૂર્ણ કેળવણી પ્રાપ્ત કરવા માટે કરેલ પ્રયત્નો અને પ્રવૃત્તિઓ રૂપી સાગર મંથન ના કેટલાક મોતી આપ સૌની સમક્ષ વાર્ષિક અંક “ જ્યોત “ આપના કરકમળમાં મુકતા આનંદ અનુભવું છું. આશા રાખું છું કે, આપ સૌ અમારા આ પ્રયત્નોને બિરદાવશો અને આ શાળાને સફળતાના ઉચ્ચતમ શિખર સુધી લઈ જવામાં સહકાર આપશો તેવી અપેક્ષા સહ સાદર નમસ્કાર
હું જોખમો સાથે આશ્રય શોધવા પ્રાર્થના ન કરું,
પરંતુ તેનો સામનો કરવાની નિર્ભયતા કેળવુ,
હું મારાં દુઃખ હરવા માટે આજીજી ન કરું,
પરંતુ તેને જીતી લે તેવા હૃદય માટે પ્રાર્થના કરું.

|